Navsari : નવસારી જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

  Navsari : નવસારી જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

આગામી સમયમાં ચોમાસા સંદર્ભે પૂર્વ તૈયારી અને સુઆયોજન સાથે ફરજ નિભાવવા અપીલ કરતા જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે

નવસારી, તા.૨૧: આજરોજ નવસારી જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત વિવિધ સંકલન સમિતિના સભ્યોને ઉપસ્થિતીમાં યોજાઇ હતી. 

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ પદાધિકારીશ્રીઓને આવકારી બેઠકનો પ્રારંભ કરાયો હતો. જેમાં ભાગ-૧માં પદાધિકારીઓ વતી મળેલા પ્રશ્નો અંગે ચર્ચા તથા ભાગ-૨માં સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન અધ્યક્ષશ્રીએ આપ્યું હતું. 

વધુમાં આગામી દિવસોમાં આવી રહેલા વિકાસલક્ષી કાર્યક્રમો જેમાં શાળા પ્રવેશોત્સવ, શાળા આરોગ્ય તપાસણી જેવા કાર્યક્રમોમાં તમામ વિભાગો એકમેક સાથે સંકલનથી કાર્ય કરી સુચારૂ રીતે તમામ કાર્યક્રમો પુરા પાડે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે આવતા સમયમાં ખાસ કરીને ચોમાસામાં પૂર્વ તૈયારી અને સુઆયોજન સાથે ફરજ નિભાવવા અપીલ કરી હતી.

સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓમાં સરકારી લેણાની બાકી વસૂલાત, પડતર તુમાર, પેન્શન કેશ, ઓડિટ પેરા, નાગરિક અધિકાર પત્ર, EODB, ગ્રામ, તાલુકા, અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ, કરાર આધારિત કર્મચારીઓના પ્રશ્નો બાબત, ડિઝાસ્ટર મેનેજ્મેન્ટ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમાં સંકલન સમિતિના વિવિધ સભ્યો અને સંબંધિત અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*નવસારી જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ* - *આગામી સમયમાં ચોમાસા સંદર્ભે પૂર્વ તૈયારી અને સુઆયોજન સાથે ફરજ...

Posted by Info Navsari GoG on Friday, June 21, 2024

Comments

Popular posts from this blog

Gandevi news : ગણદેવી અને ચીખલી તાલુકામાં ગુડી પડવાની પૂજા કરાઈ.

નવસારી મહુડીનાં શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.

Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ.