Posts

Navsari news : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ અર્થે આકર્ષક રંગોળી દોરાઈ.

Image
      Navsari news : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ અર્થે આકર્ષક રંગોળી દોરાઈ. નવસારી જિલ્લામાં આગામી ૭ મી મે ના રોજ મતદાન યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન નવસારી જિલ્લામાં મહત્તમ મતદાન થાય, સમાજના દરેક વર્ગો તેમના મતદાન હકનો અચૂક રીતે ઉપયોગ કરે, નૈતિક મતદાનને સતત પ્રોત્સાહન મળે તે માટે સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં વિધાર્થીઓ મતદાન જાગૃત્તિનો સંદેશ આપતી સુંદર રંગોળી બનાવી રહ્યા છે. સમગ્ર નવસારી જિલ્લામાં મતદાન અંગે નાગરિકોને જાગૃત થાય તે સંદર્ભે સ્વીપ પ્રવૃતિઓ અન્વયે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન સતત ચાલી રહ્યું છે .

Navsari news : નવસારી જિલ્લામાં આજે ધોરણ -૮ NMMS પરીક્ષા.

    Navsari news : નવસારી જિલ્લામાં આજે ધોરણ -૮ NMMS પરીક્ષા. નવસારી જિલ્લામાં રવિવારે નેશનલ કમ મેરીટ સ્કોલરશીપ (એન.એમ.એમ. એસ)માટે ધોરણ ૮ ના ૫૨૮૮ વિદ્યાર્થીઓ ૧૮૪ બ્લોકમાં પરીક્ષા આપશે. ઉપરોક્ત પરીક્ષા ૧૮૦ ગુણની રહેશે. આ પરીક્ષા ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને જનરલ નોલેજ વિષયનો સમાવેશ થાય છે. ઉપરોક્ત પરીક્ષામાં મેરીટ માં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ ૯ થી ૧૨ દરમિયાન વર્ષે ૧૨૦૦૦ રૂપિયા સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. નવસારી જિલ્લામાં ધોરણ ૮ ના ૫,૨૮૮ વિદ્યાર્થીઓ ૧૮૪ બ્લોકમાં એન એમ એમ એસ(NMMS)ની પરીક્ષા આપશે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ઝોન સ્ટાફ ૫, સરકારી પ્રતિનિધિ ૧૮, કેન્દ્ર સંચાલક ૧૮, બ્લોગ સુપરવાઇઝર ૨૦૬, પટાવાળા ૫૪, ક્લાર્ક ૧૮ તેમજ દરેક કેન્દ્ર ઉપર પોલીસ સ્ટાફ અને પ્રશ્નપત્ર લઈ જનાર કર્મચારીઓ સાથે પોલીસ સ્ટાફ ઉપલબ્ધ રહેશે પરીક્ષા નિર્વિઘ્ને પાર પડે તે માટે ઝોનલ રોહનભાઈ ટંડેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરી દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.

વાંસદા નેશનલ પાર્ક |Vansada National Park

Image
      વાંસદા નેશનલ પાર્ક |Vansada National Park વાંસદાના જંગલો 120 ફૂટની ઊંચાઈએ પહોંચતા વૃક્ષો ગાઢ અને વૈવિધ્યસભર છે. વરસાદના દેવતાઓ ઉદાર હોવાથી (2,000 મીમીથી વધુ વરસાદ), ઉદ્યાનના ભાગોમાં કટાસ વાંસ સાથે ભેજવાળા પાનખર જંગલો છે. અન્ય વિસ્તારોમાં આવતા સુકા પાનખર જંગલમાં 'માનવેલ' વાંસ હોય છે અને વસવાટોની વિવિધતામાં વધારો કરે છે. છોડની વિવિધતા (450 થી વધુ પ્રજાતિઓ) આપણી આંખોને વધુ શોધતી રાખે છે અને દિવસના અંતે આપણને સંતોષ આપે છે. સુંદર ઓર્કિડ તેમના સુંદર અને સુંદર ફૂલોને કારણે જોવા માટેનું એક દૃશ્ય છે. રોટિંગ લોગ પણ ફર્ન અને મશરૂમ્સથી શણગારવામાં આવે છે. લોગ અને ઝાડની થડ પરની 'કૌંસ ફૂગ' ચોક્કસપણે તમારું ધ્યાન ખેંચશે. તમે કેળાના છોડના જંગલી સંબંધીને પણ મળી શકો છો.  સૌંદર્ય જોનારની નજરમાં હોય છે, પરંતુ વાંસદામાં તે દરેક જગ્યાએ અલગ-અલગ રૂપમાં જોવા મળે છે. તેમની અદ્ભુત વિવિધતાવાળા નાના જીવો વાસ્તવિક ખજાના છે. આમાં પતંગિયાઓની 60 થી વધુ પ્રજાતિઓ અને કરોળિયાની 121 પ્રજાતિઓ છે. ગુજરાતના કરોળિયામાં સૌથી મોટો - જાયન્ટ વુડ સ્પાઈડર અહીં સામાન્ય છે. વાંસદામાંથી તાજેતરમાં કરોળિયાની 8 નવી પ

Navsari news : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.

Image
       Navsari news  : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.  મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સર્વવિદિત છે. સાથોસાથ, વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ છે. ત્યારે નવસારી જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ક્ત ઉપક્રમે વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓનું સુદ્રઢ આયોજન કરી જિલ્લાના પણ કોઇ મતદાર મતદાન આપવામાંથી બાકાત ન રહે તેવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. આ કામગીરી અન્વયે આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી તથા જિલા નાયબ ચૂંટણી અધિકારીશ્રી પ્રિયંકાબેનના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં ગત ચૂંટણીઓમાં જે મતદાન મથક ખાતે ૫૦ ટકા કરતા ઓછું મતદાન થયું હોય તથા એવા મતદાન મથક જ્યા પુરુષોની સરખામણીમાં મહિલાઓન

Navsari|khergam|vad mukhya prathamik shala| farewell program|std -8 |2024

Image
                       વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૫-૦૪-૨૦૨૪નાં દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક શિક્ષકમિત્રો એ ધોરણ 8 ના બાળકો ને આશીર્વચન આપ્યા તેમજ ધોરણ 8 દીકરી ઊર્જા પટેલ અને માનસી પટેલે ધોરણ 1થી 8 સુધી ના અભ્યાસ કરેલ તેનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ ધોરણ 8 માં વર્ગ શિક્ષક શ્રી ધર્મેશ પટેલ અને ગોવિંદભાઈ પટેલ બાળકોને ફૂલ અને પેન આપી સન્માન કર્યું હતું.તેમજ આ ધોરણ 8 બાળકો તરફથી સ્પીચ ટેબલ સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું.અંતે શાળાના મુખ્ય શિક્ષક કિરીટભાઈ એ બાળકો આગળ અભ્યાસ કરી પોતાના જીવન પ્રગતિના પંથે આગળ વધે એ માટે શુભ કામના પાઠવી હતી અને સમગ્ર શાળા પરિવારનો આભાર માન્યો હતો....અંતે શાળાના તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.