Surat: તિરંગાયાત્રામાં સુરતવાસીઓએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના દર્શન કરાવ્યા વાય જંકશનથી શરૂ થયેલી તિરંગાયાત્રામાં સ્કેટિંગના રમતવીરો, સાયકલિસ્ટો, પોલીસ બેન્ડ, શૈક્ષણિક સંસ્થાઓના બેન્ડ તથા બ્લોક વાઈઝ એસોસિયેશનોના પ્રતિનિધિઓ, કોલેજ-શાળાઓના વિદ્યાર્થીઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, યોગબોર્ડના કર્મીઓ, પ્રજાપિતા બ્રહ્માકુમારી, ગાયત્રી પરિવાર, યોગ બોર્ડ જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાથમાં રાષ્ટ્ર ધ્વજ સાથે તિરંગાયાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત, ભારત ભારતી સંસ્થા હેઠળ સમગ્ર ભારતના ૧૫ રાજ્યો જેવા કે, તામિલનાડુ, ઓડિશા, પ.બંગાળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોના સુરત વસતા નાગરિકોએ પોતાની ભાતીગળ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને તિરંગાયાત્રામાં જોડાઈને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ઉક્તિને સાર્થક કરી હતી. તિરંગા યાત્રાના રૂટ પરના વિવિધ સ્ટેજ પર ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિવિધ ગરબા રાસ, સાઈનાથ ગ્રુપના લેઝિમ ડાન્સ, વિવિધ રાજ્યોની નૃત્ય ઝાંખી, આદિવાસી ડાંગી નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક નૃત્યોએ ર...